કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની આઠ સહયોગી સંસ્થાઓ પર ૫ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયે PFI પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે. જેને લઈ ભાજપનાં ઉપપ્રમુખ તેમજ પૂર્વ મંત્રી જયંતિભાઈ આર. કવાડીયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને પત્ર લખી આ બાબતે અભિનંદન પાઠવ્યા છે તેમજ વધુ ચાર જેટલા સંગઠનો પર પ્રતિબંધ મૂકવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જયંતિભાઈ કવાડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને પત્ર લખી અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, ભારત સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા PFI અને સંગઠન પર લાદવામાં આવેલા પ્રતિબંધ બદલ આભાર થોડા વર્ષોથી, વિશ્વની નજરમાં ભારતની એક અલગ ઓળખ બની રહી છે, નવી ઉર્જા સાથે, સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે, ત્યારે એવી કેટલીક સંસ્થાઓ છે. જે ભારતને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે તબલીગ જમાત, દાવતે ઇસ્લામ, અહલે હદીજ, જમિયત-એ-ઉલેમા-એ-હિંદ.
હું તમને વિનંતી કરું છું કે તમે તેમની તપાસ કરો અને તેમના પર પણ પ્રતિબંધ લગાવો.