મોરબી પુરવઠા વિભાગની મીલીભગતથી સરકારી રાશન ડીપો ઇન્ચાર્જમાં ચાલે છે જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થાય છે:મહેશ રાજ્યગુરુ
મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રીએ પુરવઠા વિભાગ ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી જણાવ્યું કે મોરબી શહેર જીલ્લામાં સરકાર તરફથી રેશન કાર્ડ ઉપર અનાજ અને વસ્તુ રાશન કાર્ડમાં આપવામાં આવે છે તેમાં સમયસર દુકાન ચલાવતા લોકો વસ્તુ આપતા નથી અને લોકોને પરેશાની ભોગવવી પડે છે.
મોરબી શહેર જીલ્લામાં મોટાભાગના સરકારી રાશન ડિપો ઇન્ચાર્જમાં ચાલે છે. જેમને લાગવગથી રાશનકાર્ડમાં અનાજ આપવાનો ડીપો મળેલ છે તેમને કા તો ચલાવતા આવડતા નથી અથવા તો અન્યને ચલાવવા આપી ફકત મલાઈ કોફતા ખાઈ લેવા હોય તે રીતે મોરબી જીલ્લા પુરવઠા વિભાગની મીલીભગતથી ચાલે છે એવું ડીપો ચલાવનાર જ પોતાના મળતિયાઓને વાત કરતા સાંભળવા મળેલ છે
જે લોકોના ડિપો મજૂર થયેલ છે એ લોકો અન્ય ડીપો ચલાવતા લોકોને ચલાવવા આપી દે છે અને અન્ય ચલાવનાર વ્યક્તિ કાર્ડની સંખ્યા પ્રમાણે તેમને અમુક રકમ દર મહિને આપી દે છે ત્યારે આવા લોકો ડબલ અથવા વઘુ સંખ્યામાં આવા ડીપો ચાલે છે ત્યારે આ બાબત પુરવઠા વિભાગે તપાસ કરી આવી રીતે સરકારના નીતિનિયમો વિરુધ અન્યને ચલાવવા આપતા ડીપો સંચાલક સામે પગલાં લઈ આ ડીપો પોતે ચલાવવા કાબેલ નથી તેમ માની એમની સામે તપાસ કરી ડીપો રદ કરી જરૂરત લોકો જે ચલાવવા માંગે છે તેમને આપવા જોઈએ તેવી રજૂઆત મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ કરી હતી.