ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાએ ચરાડવા મહાકાળી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમના વયોવૃદ્ધ ૧૩૩ વર્ષીય મહંત સંત દયાનંદગિરીજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ આશ્રમ દ્વારા ગૌશાળા અને અબોલ જીવોની સેવાકીય પ્રવૃતિ ની મુલાકાત લઇને મંત્રમુગ્ધ બન્યા હતા.
ચરાડવા સ્થિત શ્રી મહાકાળી આશ્રમની મુલાકાતે આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાએ લીધી હતી. ગુજરાતમાં પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ મહાકાળી આશ્રમ મહંત અને ૧૩૩ વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ સંત દયાનંદગિરીજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે લઘુ મહંત અમરગીરી મહારાજ દ્વારા સુરેશભાઈ મહેતાનું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાને આશ્રમ દ્વારા ગૌશાળા અને અબોલ જીવોની થતી સેવાકીય પ્રવૃતિની વિસ્તૃત માહિતી ગ્રહણ કરી હતી. ગૌશાળામાં ૫૦ ઉપરાંત ગીર ગૌમાતા તેમ છતાં એક પણ રૂપિયાનું અર્થ ઉપાર્જન તેના દ્વારા કરવામાં આવતું નથી. ગૌમાતાનું દૂધ શ્વાનો, બિલાડીના સમૂહને તેમજ ઘોડા સહિતના અબોલ જીવોને પીવડાવવામાં આવે છે. આમ નિઃસ્વાર્થ ભાવે ચાલતી અબોલ જીવોની સેવાકીય પ્રવૃતિ વિશે જાણી સુરેશભાઈ મંત્રમુગ્ધ બન્યા હતા. અને આશ્રમમાં શિવ મંદિર અને મહાકાળી માતાજીના આશ્રીવાદ ગ્રહણ કરી પવિત્ર યાત્રા ધામની મુલાકાત લઈ પ્રસંશા વ્યક્ત કરી હતી.