Thursday, December 26, 2024
HomeGujaratટંકારા નિવાસી દયાળ મુની દેવલોક પામતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પાઠવી ભાવાંજલિ

ટંકારા નિવાસી દયાળ મુની દેવલોક પામતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પાઠવી ભાવાંજલિ

ગુજરાતી સાહિત્ય જગતમાં નવું જીવન ફૂંકનાર ટંકારાના વિદ્વાન પદ્મશ્રી દયાળ મુનિ આર્ય – દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂવારે નિધન થયું છે. ત્યારે દયાળ મુનિના નિધન અન્વયે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, જીવતે જીવ તેઓ સાથે અનેક વખત મળવાનો અને સંવાદ કરવાનો લાભ પોતાને મળ્યો છે તે જિંદગીનું એક યાદગાર સંભાળણું બની રહેશે.

- Advertisement -
- Advertisement -

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, ટંકારાની પવિત્ર માટીની મહેક એવા મહા માનવ પદ્મશ્રી દયાળ મુનિ દેવલોક પામ્યાના સમાચાર જાણીને મેં ભારે મોટો ખાલીપો અનુભવ્યો છે. દયાળ મુનિ આયુર્વેદના નિષ્ણાત હતા તેમજ ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે સામવેદ, અજુર્વેદ, ઋગ્વેદ અને અર્થરવેદનો અનુવાદ માતૃભાષા ગુજરાતીમાં કરીને એક કીમતી ભેટ આપી ચૂક્યા છે. ભારત સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રી થતી વિભૂષિત કર્યા હતા. વધુમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મેં ઋષિમુનિ સદેહે જોયા નથી પરંતુ સફેદ વસ્ત્રમાં દયાળ મુનિ આચાર વિચાર અને જીવનશૈલીમાં ઋષિ જોવા મળ્યા,આપરંપરા ને આજીવન તેઓ વળગી રહ્યા. આવા મહામ માનવને ધરતી ઉપરની ખોટ અવશ્ય ગુર્જર ગીરાને સાલશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!