મોરબી માળિયા મિયાણાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા અતિવૃષ્ટિને કારણે થયેલ નુકશાનીની માહિતી મેળવવા માળીયા મિયાણા તાલુકાના ગામડાઓમાં ફરી રહ્યા છે. બ્રિજેશ મેરજા આજરોજ વિરવદરકા થઈને આગળ જઈ ફતેપર, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે નીકળ્યા છે જ્યાં તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે…
મળતી માહિતી અનુસાર, સમગ્ર ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે અતિવૃષ્ટિને લીધે તેમજ મચ્છુના પૂરને કારણે માળીયા મિયાણા તાલુકાનાં જે ગામોને નુકશાની અને અસર થયેલ છે તે નુકશાની માહિતી મેળવવા માટે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ માળીયા મીયાણા તાલુકાનાં વિરવદરકા ગામથી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા હતા. વિરવદરકા ગામે ગ્રામ જનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દુર કરવામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચનાઓ આપી હતી. તેમજ ખોડિયાર ડીપ ઉપર પાણી વહેતું હોય 5000 વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. બ્રિજેશ મેરજા આજરોજ વિરવદરકા થઈને આગળ નીકળી ફતેપર, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદેદારો સાથે નીકળ્યા છે.