રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમના પરિવારજનો પણ સાથે હાજર રહ્યા હતા.
ગુજરાતના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ગઈકાલે સહપરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. અને વડાપ્રધાનના આશીર્વાદ મેળવ્યા હતા. જે પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્રિજેશ મેરજાના પૌત્ર દિયાન સાથે હળવી પળોમાં વાતચીત કરી હતી અને મેરજા પરિવાર અંગે પૃછા કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.