પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પ્રદેશ ભાજપ ‘શ્રી કમલમ’ની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેઓએ વરીષ્ઠ અગ્રણીઓનું વિવિધઃ મુદ્દે માર્ગદર્શન મેળવ્યું હતું. અને લોકોને મોદી સરકારની રંટી વાળી ગાડીનો લાભ મળે તે બાબતે પણ વિસદ્ ચર્ચા કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર ખાતે સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગુજજર અને આદરણીય સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ વિશે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તેમને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી, તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પણ બ્રિજેશ મેરજા વહન કરી રહ્યા છે. ત્યારે બીજા તબક્કાના તારીખ 6 ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધીના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગે પણ આ મહાનુભાવો સાથે વિગતે ચર્ચા કરી આ યાત્રા દરમિયાન વધુને વધુ લાભાર્થીઓને આ મોદી સરકારની ગેરંટી વાળી ગાડીનો લાભ મળે તે બાબતે પણ વિસદ્ ચર્ચા કરવામાં આવી હતી.