મોરબી ઝૂલતા પુલ દુર્ધટના માં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેને લઇને ઠેર ઠેર લોકોએ હવન યજ્ઞ જેવા આયોજન કર્યા હતા.તે સમયે રામકથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં કબીરધામ ખાતે શોક સભા યોજાઈ હતી.
જેમાં રામકથાકાર મોરારી બાપુની હાજરીમાં ઝૂલતા પુલ માં મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે મોરબીમાં રામકથા યોજવાની જાહેરાત થઈ હતી.અને ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.જે કથા આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની હોય જેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે આજે પૂર્વ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા એ કબીર ધામ ના મહંત શ્રી શિવરામ દાસ બાપુ સાથે પરામર્શ કર્યો હતો.