Monday, November 18, 2024
HomeGujaratમોરબીના ૩ ગામોનાં મહેસૂલી ગામો જાહેર કરવાનાં ૨૫ વર્ષ જૂનાં પ્રશ્નનો ઉકેલ...

મોરબીના ૩ ગામોનાં મહેસૂલી ગામો જાહેર કરવાનાં ૨૫ વર્ષ જૂનાં પ્રશ્નનો ઉકેલ લાવતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી તાલુકાનાં જૂના નવા સાદૂળકા સાથે મહેસૂલી દફ્તરથી જોડાયેલ ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. જેનો પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉકેલ લાવ્યો છે. જેને લઇ તેમનું કહેવું છે કે, મેં મારુ કર્તવ્ય નિભાવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

બ્રિજેશ મેરજાનાં જણાવ્યા અનુસાર, ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. આ ત્રણેય ગામના આગેવાનોએ મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરતાં વર્ષો જૂનો આ જટીલ પ્રશ્ન તેમણે પોતાની વહીવટ સુઝ અને કામ પાર પાડવા સતત ફોલોઅપ લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે મંજૂરી આપતા આ પ્રશ્ન ઉલેકાયો છે, જેનો શ્રેય તાલુકા – જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફાળે જાય છે. તેમ બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે. આમ આ પ્રશ્નના નિરાકરણનો સમગ્ર શ્રેય તેમણે ભાજપ સંગઠન અને સરકારને આપ્યો છે. પોતે માત્ર નિમિત છે. આમ, ૨૫ વર્ષ જૂનો જટીલ પ્રશ્ન ઉકેલાયોએ જ મોટી ઉપલબ્ધી છે જેનો મને ભારે મોટો સંતોષ છે. લોકોની વર્ષો જૂની લાગણી આ રીતે ઉકેલવામાં મુખ્યમંત્રીએ ખાસ નિર્ણય લીધો છે સાથે વહીવટી તંત્રનો હકારાત્મક સહયોગ તેમજ ગ્રામ આગેવાનોની સમજદારી પણ સરાહનીય છે. ૨૫ વર્ષ જૂનો આ પ્રશ્ન ઉકેલાતા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામના લોકોએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપી આભાર વ્યક્ત કરેલ તેના પ્રતિભાવમાં નમ્રભાવે તેમણે કહ્યું કે મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલી મેં માત્ર મારુ કર્તવ્ય નિભાવ્યું છે. પ્રજાના કામો આ રીતે કરતાં રહેવાની નિષ્ઠા તેમણે વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજેશ મેરજા હાલ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં છેલ્લા ૧૦ દિવસી વ્યસ્ત છે. ત્યાંથી તેમને ૩ ગામોના આગેવાનોએ વ્યક્ત કરેલ આભારનો પ્રતીભાવ પાઠવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!