Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત:આગામી ચૂંટણીની તૈયારીઓના...

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત:આગામી ચૂંટણીની તૈયારીઓના શ્રી ગણેશ?

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા થોડા દિવસો અગાઉ એક કાર્યક્રમ માં હાજરી આપીને જાહેરાત કરી હતી કે “આજથી હું પટ્ટ માં આવું છું અને આજથી જ શ્રી ગણેશ કર્યા છે અને વધુમાં જણાવ્યું હતું કે સાવ ઉપર અને સાવ નીચે આપણે સારા સંબંધ જ છે પણ વચેટિયાઓને જ મારાથી તકલીફ છે.”

- Advertisement -
- Advertisement -

આગામી વિધાનસભા ની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે તે સમયે આ નિવેદન થી મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને ચારેકોર ચર્ચાઓ થવા લાગી હતી કાંતિલાલની મોદી સાથે મુલાકાતથી મોરબીની ટીકીટ કોને મળશે તે મામલે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિધાનસભાની ચૂંટણી સમયે જ એક જાહેર કાર્યક્રમમાં હું વટભેર મેદાનમાં આવીશ એટલે રાજકારણમાં સક્રિય થવાની વાત કરી હતી અને આ દિશામાં તેમણે કામ પણ ચાલુ કરીને તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જો કે આ મુલાકાતમાં બન્ને વચ્ચે શુ ચર્ચા થઈ તે જાહેર થયું નથી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્ય અને બાદમાં રાજયમંત્રી બનેલા બ્રિજશભાઈ મેરજાનું ઉજળું પાસું છે. જો કે બ્રિજેશભાઈ મેરજાની ભાજપમાંથી ટીકીટ ફાયનલ ગણાતી હતી પણ હવે કાનાભાઈ સક્રિય થતા અને ટીકીટ માટે છણેખૂણે દિલ્હી સુધી લોબીગ કરતા આ બે બળિયામાંથી મોરબીમાં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડવા કોને ટીકીટ મળશે તે અંગે ભારે સસ્પેન્સ ઉભું થયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!