Friday, April 26, 2024
HomeGujaratપૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાની ઉદારતા : યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ સેન્ટરના...

પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાની ઉદારતા : યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ સેન્ટરના મેડિકલ સ્ટાફનો પગારખર્ચ ઉઠાવવાની કરી જાહેરાત

મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે એવા સમય મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાત મંદોની મદદ માટે તત્પર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમાજના દર્દીઓની વહારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક લોકો આગળ આવીને લોકોની સેવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આજે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા અહીંના મેડિકલ સ્ટાફનો પગારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં એક એમડી તેમજ ૭ જેટલા તબીબો મળી કુલ ૧૨નો મેડિકલ સ્ટાફ કાર્યરત છે. જેનો તમામ ખર્ચ ઉઠાવવાની સાથે જરા પણ ખચકાયા વગર હજુ વધુ મેડિકલ સ્ટાફ ગોઠવવા પણ લાખાભાઈએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!