સમગ્ર દુનિયામાં તમામ કાર્યોમાં આજે સોશિયલ મીડિયા નો મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો ને મદદ રૂપ પણ થવાય છે પરંતુ સિક્કાની બે બાજુ હોય તેમ બીજી બાજુ માં આ સોશિયલ મીડિયાનો આડેધડ ઉપયોગથી અનેકો જિંદગી બરબાદ થઈ હોય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના અગ્રણી ઉધોગપતિ અને સિરામીક એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમાં મોરબીમાં પણ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના મારફતે સંપર્ક કેળવી ને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ બનવા પામ્યા છે તેમજ ઘણીવાર એવા કેસો પણ સામે આવતા હોય છે જેમાં મહિલાઓ એ સિંગલ અથવા પોતાના પરિવાર સાથે પોસ્ટ કરેલ ફોટો હોય તો તેવા ફોટોમાં પણ અમુક તત્વો પોતાની મંશા પૂરી કરવામાટે એડિટ કરીને મનફાવે તેવા ફોટો બનાવી દયે છે અને બાદમાં તે ફોટો દ્વારા જે તે વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવા અથવા પૈસા પડાવવા જેવી પ્રવૃત્તિઓ કરાતી હોય છે તેમજ મહિલાઓ પોસ્ટ કરે તે ફોટો જ નહિ અમુક પુરુષો પણ પોતાના પરિવાર પત્ની માતા સાથે કે દીકરી સાથે ફોટો પોસ્ટ કરતા હોય છે તેવા ફોટોઝ માંથી પણ એડિટ કરી ને બીભત્સ ફોટો માં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી ચાલુ થાય છે બરબાદી નો ખેલ આવા ખેલમાં અનેક પરિવારો અનેક જિંદગીઓ તબાહ થઈ છે જેને રોકવા માટે તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે અને જાગૃતિ માટે ની જરૂરી આને આવકારદાયક પહેલ મોરબીના અગ્રણી ઉધોગપતિ અને સિરામીક એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા દ્વારા કરવામાં આવી છે તેઓએ આ જ શોશિયલ મીડિયાના સદુપયોગ કરી ને તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટેટ્સ પોસ્ટ કર્યું છે કે આપણે આપણા કે પરિવારના ફોટો સોશિયલ મિડિયામાં અપલોડ ન કરવા જોઈએ અને અગાઉ અપલોડ કરેલ ફોટો ને ડિલીટ કરી ને આપણા પરિવારને આને આપના સમાજ ને બચાવવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ અને મોરબી મીરર ટીમ દ્વારા પણ નિલેશભાઈ ને આ પ્રયાસ ને બિરદાવવામાં આવે છે અને લોકો ને આ પ્રયાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.