Friday, April 26, 2024
HomeGujaratમોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર છ શખ્સોનો છરી વડે હુમલો

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર છ શખ્સોનો છરી વડે હુમલો

બનાવ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતરાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હતા. તે સમય ત્યાંથી બે બાઇકમાં ત્રણ સવારીમાં છ શખ્સો નીકળ્યા હતા. આ શખ્સોએ કેતનભાઈ વિલપરા ઉપર છરી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની તપાસ કરનાર એ ડિવિઝનના એસ. વી. સોલંકીએ જણાવ્યું હતું કે હુમલાખોરો થોડા દિવસો અગાઉ સરદાર બાગ નજીક રાત્રી કફર્યુ હોવા છતાં બેઠા હોય પાલિકાના પૂર્વ પ્રમુખે તેમને ટપારતા આ બાબતનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!