પાટડી નગરપાલિકામાં જાન્યુઆરી ૨૦૨૫ માં સંપની સાફ સફાઈ કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મોત થવા પામ્યા હતા.જે અંતર્ગત પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રો સિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાતા કોન્ટ્રાકટર ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.જે કેસમાં સેનેટરી ઇન્સ્પેકટર અને નગર પાલિકા ચીફ ઓફિસર સામે પણ ગુન્હો નોંધાયો હતો.જે છેલ્લા ચાર માસથી નાસતા ફરતા હતા. ત્યારે કોર્ટમાંથી નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૨ મુજબ વોરંટ મેળવી, અલગ-અલગ ટીમો બનાવી જાહેરાત પ્રસિદ્ધિ કરી નાસતા ફરતા આરોપી હર્ષદ દાનુભાઇ કટારીયા (સેનેટરી ઇન્સ્પેક્ટર, પાટડી નગરપાલીકા) વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરે પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે પાટડી પોલીસ સ્ટેશનમાં દાખલ ગુન્હો તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(જે), ૩(૨)(૫) તથા પ્રોહીબિશન ઓફ એમ્પ્લોમેઇન્ટ એઝ મેન્યુલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીટેશન એકટ-૨૦૧૩ ની કલમ-૫,૬,૭ના ભંગ બદલ કલમ-૮,૯ મુજબના ગુન્હાની તપાસ કરનાર જે.ડી.પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝને નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા કાર્યવાહી શરૂ કરી નામદાર ધ્રાંગધ્રા કોર્ટમાંથી ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૨ મુજબ વોરંટ મેળવી, અલગ-અલગ ટીમો બનાવી, અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા જરૂરી સુપરવિઝન રાખી, સઘન તપાસ શરૂ કરી હતી. જે ગુન્હામાં નાસતા-ફરતા આરોપી હર્ષદભાઇ દાનુભાઇ કટારીયા (સેનેટરી ઇન્સ્પેક્ટર, પાટડી નગરપાલીકા) વાળાની આજરોજ તા.૦૪/૦૬/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.