રાણકપર ગામે રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સહિતના લોકો દેશી તેમજ અંગ્રેજી દારૂ વેચાણ કરે છે તેવી બાતમી હળવદ પોલીસને મળતા પોલીસ દ્વારા જુના રાણેકપર ગામના જાપા પાસે દશામાના મંદિર પાસે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં રેઇડ દરમિયાન પોલીસે દેશીદારૂ લીટર ૧૫ કિંમત રૂપિયા ૩૦૦ તથા એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ ૧ નંગ કિંમત રૂપિયા ૩૦૦ મળી કુલ રૂપિયા ૬૦૦ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, રાણેકપર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા, હળવદ તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય નવઘણ ગણેશભાઈ ઉડેચા અને રાણેકપર ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જુના રાણેકપર ગામના જાપા પાસે દશામાના મંદિર પાસે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી હળવદ પોલીસને મળતા પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જે દરમિયાન દેશીદારૂ લીટર ૧૫ કિંમત રૂપિયા ૩૦૦ તથા એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ ૧ નંગ કિંમત રૂપિયા ૩૦૦ મળી કુલ રૂપિયા ૬૦૦ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા. જ્યારે ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકા પંચાયતના રાણેકપર બેઠક પર ભાજપના પુર્વ સદસ્ય નવઘણ ઉડેચા રાણેકપર ગામના સરપંચ પદેથી જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવઘણ ઉડેચાના પુત્ર રાજુ ઉડેયાને સરપંચ તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે ત્યારે હાલમાં પિતા પુત્ર સહિત ત્રણ સામે દેશીદારુ અને અંગ્રેજી દારુનો હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરી બુટલેગર પિતા પુત્રની ધરપકડ કરી છે જ્યારે એક શખ્સ ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે…