Sunday, January 12, 2025
HomeGujaratગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર તથા લોકસભાના પૂર્વ સાંસદને સન્માન સમારોહનુ આમંત્રણ પાઠવાયું

ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર તથા લોકસભાના પૂર્વ સાંસદને સન્માન સમારોહનુ આમંત્રણ પાઠવાયું

આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવારના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે જાલીડા ખાતે નિર્માણાધીન શ્રી રામધામ મુકામે રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તથા વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રી રામધામના અગ્રણીઓ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી વિવિધ જીલ્લાઓનો પ્રવાસ ખેડી ત્યાંના અગ્રણીઓને સન્માન સમારોહનુ રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવી રહ્યુ છે.

- Advertisement -
- Advertisement -

રામધામ કમિટી-જાલીડાના જણાવ્યા અનુસાર, આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવારના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે જાલીડા ખાતે નિર્માણાધીન શ્રી રામધામ મુકામે રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તથા વિજયોત્સવનુ અનેરુ આયોજન કરવા માં આવેલ છે. ત્યારે શ્રી રામધામના અગ્રણીઓ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી વિવિધ જીલ્લાઓનો પ્રવાસ ખેડી ત્યાંના અગ્રણીઓને સન્માન સમારોહનુ રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, રઘુવંશી યુવા અગ્રણી વૃતિકભાઈ બારા, વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી ભાવેશભાઈ જોબનપુત્રા, ગૌરાંગભાઈ માણેક દ્વારા ત્રિદીવસીય કચ્છ જીલ્લાનો પ્રવાસ ખેડવામાં આવ્યો હતો. તે દરમિયાન ગુજરાત વિધાનસભા ના પૂર્વ સ્પીકર ડો.નિમાબેન આચાર્ય, લોકસભાના પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, લોકસભાના પૂર્વ સાંસદ મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીતના કચ્છ જીલ્લાના અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લઈ આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી-વાંકાનેરના અગ્રણીઓએ વાગડ,ભચાઉ,ગાંધીધામ,સામખિયાળી, માનકુવા,સુખપર, મિર્ઝાપુર,ભુજ સહીતના કચ્છના વિવિધ મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તે દરેક મથકે લોહાણા સમાજના અગ્રણીઓનુ ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામના નિર્માણ કાર્યમાં સમસ્ત કચ્છ જીલ્લાનો રઘુવંશી સમાજ તન-મન-ધનથી સહયોગ અર્પણ કરશે તેમ જણાવ્યુ હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!