મોરબી જિલ્લામાં અવાર નવાર થતી ગૌ હત્યા રોકવા કડક કાર્યવાહી કરી જવાબદાર લોકોને નસિયત આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં છેલા ઘણા સમય થયા ગાય માતાની હત્યાના બનાવો અવર-લવર બનતા રહે છે. છેલ્લા સમયમાં ખાખરેજી પાસેના ટીકર ગામ પાસે ગાયોની હત્યા કરવામાં આવી જેના આરોપીને પોલીસે પકડી કાર્યો હોય તો કરેલ છે તે બદલ પોલિસ વિભાગને અભિનંદન આપીએ છીએ. પરંતુ કહેવાય છે કે હજી 13 થી 14 ગાયો લાપતા હોય એવું એ વિસ્તારમાંથી જાણવા મળેલ છે. તેમજ આ વિસ્તારમાંથી અન્ય માલધારી સમાજની ગયો પણ ગુમ છે. આ પણ ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા જઈ રહી છે. ત્યારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટનાઓ મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવે તો જ આવી ઘટનાઓ બનતી અટકશે તેમજ ગાય માતાની હત્યા કરનાર આરોપીને વકીલના મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે. એ માટે બાર એસોસિયશન દ્વારા ઠરાવ કરવામાં આવે કે આરોપીના વકીલ તરીકે કોઈ વકીલાત પત્ર આપવામાં નહીં આવે તેવું અપીલ કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં ઘણી બધી સમાજ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં ન્યાયક ગાયોની હત્યા કરવાની ઘટનાઓ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેની માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ ભાઈ રબારીએ માંગણી કરી છે.