Saturday, January 11, 2025
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે ફ્રી માં ફોર્મ ભરી...

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે ફ્રી માં ફોર્મ ભરી અપાશે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ – 1 માં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ફ્રી માં ફોર્મ ભરી આપવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૩૦/૦૩/૨૦૨૨ થી ૧૧/૦૪/૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જે માટે વાલીઓએ બાળકોના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બાળક અને માતા – પિતા નું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળક અથવા વાલીની બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, માતા – પિતા ની સહી નો નમુનો, બિનઅનામત વર્ગ નો દાખલો. સાહિતના ડોક્યુમેન્ટ સાથે સાર્થક વિદ્યામંદિર એલ, ઈ, કૉલેજ રોડ, મોરબી, લાભ એસોસિએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, ખાતે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સવારે ૧૦ થી ૧૧ અને બપોરે ૪ થી ૬ દરિમયાન ફોન કરવા જણાવાયું છે. વધૂમા તા. ૦૫/૦૬/૨૦૨૨ સુધી માં ડોક્યુમેન્ટ્સ જમાં કરાવવાનાં રહેશે. એક માટે જે બાળકના ૦૧/૦૬/૨૦૨૨ ના રોજ ૫ વર્ષ પુરા થયા છે તેવા લોકો જ લાભ લેવા જણાવાયું છે. જે માતા – પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તેને આ પ્રથમ લાભ મળશે.જે વિદ્યાર્થીઓ એ સરકારી આંગણવાડી માં L.KG કે U.KG કર્યું હોય તેને પણ આ પ્રથમ લાભ મળશે અને તેમને આંગણવાડીનું સર્ટિફિકેટ જમાં કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સચિનભાઈ વ્યાસ(મો. ૯૭૨૭૪ ૬૪૧૬૪), કિશોરભાઈ શુકલ (પ્રમુખ મો. ૯૮૨૫૭ ૪૧૮૬૮) અને કેયૂરભાઈ પંડ્યા (મહામંત્રી) (મો. ૯૪૨૯૪ ૮૪૪૪૦)અમૂલભાઈ જોષી (મહામંત્રી) નો (મો. ૯૨૨૭૧ ૦૦૦૧૧) સંપર્ક સાધવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!