મોરબીમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી એક મહિલાએ ગત વર્ષે ચાર શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પરિણિતાને કેફી દ્રવ્ય પીવડાવી તેનાં બ્યુટીપાર્લરની બાજુમાં આવેલી ઓફિસમાં નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. જે સમગ્ર મામલે મોરબીના સેસન્સ કોર્ટ દ્વારા બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ એવી ફરીયાદ કરેલ કે, આરોપીઓ ધરમ ઉર્ફે ટીટો પ્રવિણભાઈ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી, યશવંત ઉર્ફે યશ વિશ્વાસભાઈ દેસાઈ, રવિ દિલીપભાઈ ચૌહાણ અને ફરીવાદી એક બીજાને સારી રીતે ઓળખતા હોય અને આ ફરીયાદી બ્યુટી પાર્લરનું કામ કરતા હોય તેમજ અનુસુચિત જાતીના હોવાનુ જાણતી હોવા છતાં તેણીને આરોપીઓએ પોતાની ઓફિસે બોલાવી તેને કોઈ નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં થઈ જતા તેણી સાથે દુષ્કર્મ આચર્યું છે. જે કેસમાં કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. જેમાં ભોગબનનારની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૨૩,૩૭૬(ડી), ૧૧૪ તથા અનુસુચિતજનજાતી(અત્યાચારનિવારણ) સુધારણાઅથી. ૨૦૧૫નીકલમ-૩(૧)(એ), (ડબલ્યુ)(૧),૩(૨) (૫),૩ (૨) (૫-એ) મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી. ત્યારે આ કેસ મોરબીના બીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર.અગેચાણીયા રોકાયેલા હતા.જેમાં ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધની અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં ભૂતકાળમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ આપેલ ચુકાદા ને ધ્યાને લઈ આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. ત્યારે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.