Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ કેસના ચાર આરોપી ઝડપાયા

મોરબીમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ કેસના ચાર આરોપી ઝડપાયા

મોરબીમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી પરિણીતાને ચાર જેટલા ઈશમોએ કેફી પ્રવાહી પીવડાવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ને તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ મોરબીમાં બ્યુટી પાર્લર સલૂન ચલાવતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૧/૫ ની રાત્રે તે કામ અર્થે પોતાના સલૂન પર ગઈ હતી ત્યાર બાદ સલૂન ની બાજુની ઓફિસ વાળા યુવકે કામ છે તેમ કહી બોલાવતા તે ઓફિસમાં ગયેલ હતી જ્યાં ચાર ઇસમો હાજર હતા અને જે બાદ તેને કેફી પ્રવાહી પીવડાવવામાં આવેલ હતું અને બેભાન અવસ્થા જેવી થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે એક આરોપી ધરમ ઉર્ફે ટીટો કઢંગી હાલતમાં તેની બાજુમાં સૂતો હતો જેથી પરિણીતાને તેની સાથે અજુગતું બન્યાની જાણ થઈ હતી અને પરિણીતાએ તેના પતિને ફોન કર્યો હતો અને ભોગ બનનારે આરોપીને ઓફિસનો દરવાજો ખોલવા જણાવ્યું હતું પરંતુ આરોપી ઓફિસ નો દરવાજો ન ખોલ્યો. થોડી જ વારમાં પરિણીતાના પતિ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફરિયાદી પરણીતાએ તેની સાથે કંઈક અજુગતું બની આવવાનું જણાવ્યું હતું જે બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર પણ અપાય હતી અને તેણીની સાથે દુષ્કર્મ થયાનું માલુમ પડતા ચાર આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ,યશ દેસાઈ ,અભય દિનેશભાઇ પટેલ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ને ચાર આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ,યશ દેસાઈ,અભય દિનેશભાઇ પટેલ અને રવિ ચૌહાણ ની ધરપકડ કરી હતી તેમજ પોલીસે બનાવ સ્થળ પરથી ગ્લાસ અને પ્લાસ્ટિક ની બોટલો સહિતનો મુદામાલ કબ્જે કરી ને વધુ તપાસ અર્થે એફ એસ એલમાં મોકલી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!