મોરબીમાં રહેતી અને નોકરી કરતી યુવતીએ તેના પુરુષ મિત્રો સાથે ફ્રેન્ડશિપ તોડવાની વાત કરતા ઈસમોએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરીયાદી યુવતીની બહેનને ફરીયાદી યુવતીના ન્યૂડ ફોટો અને વિડીયો મોકલ્યા હતા. અને યુવતીને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હરેશભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ,રહે.હળવદ જી.મોરબી) તથા સંદિપ વાસુદેવભાઇ હડીયલ (રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી) ની ધરપકડ કરી હતી તેમજ તપાસ દરમિયાન અન્ય બે યુવકો ઉમેશ ઘનશ્યામ સોનગ્રા (રહે. ચરાડવા તા. હળવદ) અને મેહુલ ઘનશ્યામ મકવાણા (રહે સાપકડા તા. હળવદ)ને પણ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ ચકચારી કેસમાં હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.