મોરબી -હળવદ રોડ પર ઘુંટુ ગામ પાસે નવ સર્જન વિધાલય સામે ૧૧/૦૪/૨૦૧૫ના રોજ સુરેન્દ્રનગર – મોરબી રૂટની એસટી બસને આરોપીઓએ ઓટો રિક્ષામાં આવી બસની આગળ ઉભી રાખી બસને રોકાવી ફરજમાં રુકાવટ કરી વાહન ચલાવવા બાબતે બોલાચાલી કરી એસટી બસમાં નુકશાન કરી ફરિયાદીને માર મારવાના ગુન્હામાં આજરોજ બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધા સાહેબ દ્વારા ચારેય આરોપીને સાત વર્ષની સખત કેદની સજા અને દશ હજારનો રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી -હળવદ રોડ પર ઘુંટુ ગામ પાસે નવ સર્જન વિધાલય સામે ૧૧/૦૪/૨૦૧૫ના વર્ષમાં સુરેન્દ્રનગર – મોરબી રૂટની એસટી બસને આરોપી રહીમભાઈ સંઘવાણી, સિકંદર ઉર્ફે સિકલો સમા, અસલમભાઇ સમા અને અલારખાભાઇ કટિયાએ ઓટો રિક્ષામાં આવી બસની આગળ રીક્ષા ઉભી રાખી બસને રોકાવી ફરજમાં રુકાવટ કરી વાહન ચલાવવા બાબતે બોલાચાલી કરી એસટી બસમાં નુકશાન કરી ફરિયાદીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી.દવે દ્વારા છ મૌખિક અને દશ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. જે દલીલોને ધ્યાનમાં રાખીને આજરોજ બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ દુદ્ધ સાહેબ દ્વારા ચારેય આરોપીને સાત વર્ષની સખત કેદની સજા અને દશ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.જો આરોપી દંડ ભરવામાં કસુરવાન ઠરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.