Friday, December 27, 2024
HomeGujaratટંકારા તાલુકાના મીતાણા-ગણેશપર વીરવાવ રોડ ઉપર આવેલ અમૃત સ્કુલમાં બનેલ ચોરીના ગુનાનો...

ટંકારા તાલુકાના મીતાણા-ગણેશપર વીરવાવ રોડ ઉપર આવેલ અમૃત સ્કુલમાં બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એન.બી.ડાભીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના સ્ટાફને મળેલ હકિકત અન્વયે ગત તા.૧૪/૦૩/૨૦૨૧ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ મીતાણા-ગણેશપર વીરવાવ રોડ ઉપર આવેલ અમૃત સ્કુલના તાળા તોડી તેમાંથી રોકડા રૂપીયા પ૫૦૦/- તથા માઇક્રોફોનની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચારેય આરોપીઓ ચોરી કરેલ માઇક્રોફોન તથા હથીયાર સાથે ટંકારા-લતીપર ચોકડી પાસે બીજી ચોરીઓ કરવા રેકી કરતા હોવાની યોકકસ હકીકત મળેલ હોય જે અન્વયે આજરોજ એલ.સી.બી.મોરબી તથા ટંકારા પોલીસ સ્ટાફના માણસોએ લતીપર ચોકડી પાસેથી ચાર ઇસમોને પકડી સઘન પુછપરછ કરતા મજકુર ચારેય ઇસમોએ ઉપરોકત ચોરીના ગુન્હાને અંજામ આપેલ હોવાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપી વિજયભાઇ મખનાભાઇ બારીયા (ઉ.વ. ૨૭ રહે. જાબુગામ રાંગડ ફળીયુ તાધાનપુર જી.દાહોદ), રામસીંગ નરસુભાઇ માલીવાડ (ઉ.વ. ૨૭ રહે. માંડવ ઉસ્વાસ ફળીયુ તાધાનપુર જી.દાહોદ), રતનભાઇ તેજાભાઇ વાંખળા (ઉં.વ. ૨૬ રહે. પીપરગોતા તા.ધાનપુર દાહોદ), રાહુલભાઇ લક્ષ્મણભાઇ ડામોર (ઉ.વ. ૨૨ રહે. જોલીયા કાછલા ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર,એમ.પી.) વાળા પાસેથી ચોરીના ગુનામાં ગયેલ મુદામાલ તથા રોકડા રૂપીયા-૫૫૦૦/- તથા માઇક્રોફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ લોખંડનો ગણેશીયો તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ (કિં.રૂ. ૩૫૦૦/-) જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ PI એલ.સી.બી.મોરબી, શ્રી બી.ડી.પરમાર PSI ટંકારા પો.સ્ટે., એ.ડી.જાડેજા PSI,ASI એચ.એમ.ચાવડા, સંજયભાઇ પટેલ રસીક ચાવડા, કૈશીક મારવણીયા, પી.એસ.ખાંભરા, HC વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, ચંદુભાઇ કાણોતરા જયેશ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા ચંદ્રકાંત વામજા જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, Pc નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, ભરતભાઇ મીયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, વિક્રમભાઈ કુગશીયા, બ્રીજેશ કાસું દ્રા અશોકસિંહ ચુડાસમા, હરેશ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!