મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં શેરી નં-૧ માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો ત્રણ પાનાનો જુગાર રમી રહેલા રહીમભાઈ મામદભાઇ સુમરા ઉવ.૪૫ રહે. વીસીપરા મદીના સોસાયટી શેરી નં.૧, સુલતાનભાઈ અબ્દુલભાઇ સુમરા ઉવ.૩૯ રહે.વીસીપરા મદીના સોસાયટી, શેરી નં.૧, નીઝામભાઈ યુનુસભાઇ દાવલીયા ઉવ.૨૯ રહે.વીસીપરા ફુલછાબ કોલોની શેરી નં.૨, ઈમરાનભાઈ સામતભાઈ માણેક ઉવ.૩૦ રહે.વીસીપરા કુલીનગર શેરી નં.૨ વાળાને રોકડા રૂ.૪,૬૫૦/-સાથે બી ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.