માળીયા(મી) ટાઉનમાં ભીલવાસ શેરીના નાકે જાહેરમાં રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ચાર જુગારીઓને માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.
માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભીલવાસના શેરીના નાકે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે ત્રણ પાનાનો જુગાર રમતા હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા ઉવ-૨૨ રહે.અનુ.જાતિવાસ તા.માળીયા મી, રજાકભાઇ જુમાભાઇ સર્વદી ઉવ-૩૦ રહે.નવા અંજીયાસર તા.માળીયા મી, યાશીનભાઇ અલ્યાસભાઇ ભટી ઉવ-૩૫ રહે.મચ્છુ નદીના પુલ પાસે માળીયા મી તથા શેરમામદભાઇ ઉર્ફે શેરો હારૂનભાઇ કટીયા ઉવ-૩૬ રહે.કોળીવાસ તા.માળીયા મી વાળાને રોકડા રૂ.૯૪૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા