રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહિબિશન/જુગારના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવતા આજ રોજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા સ્ટેફીના સીરામીક પાસે આવેલ ખરાબામાથી જાહેરમા જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા આજ રોજ બાતમીનાં આધારે, વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સ્ટેફીના સીરામીક પાસે રેઈડ કરવામાં આવતા જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, વીનોદભાઇ જોરૂભાઇ સાડમીયા, રમેશભાઈ કરશનભાઈ સાડમીયા તથા સંજયભાઈ લવીંગભાઈ મણદોરીયા નામના ઇસમો કુલ રોકડ રૂ.૧૦,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.