મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા ત્રાજપર ખારીમાંથી જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીજન પોલીસની ટિમ ગઈકાલે પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન તેઓને મળેલ ખાનગી હકીકતના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી સરકારી સ્કુલની સામે ગ્રાઉન્ડમાં રેઇડ કરી સુનિલભાઇ દેવસીભાઇ સુરેલા, કરણભાઇ નથુભાઇ સાલાણી, સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા તથા અજયભાઇ નથુભાઇ સાલાણી નામના કુલ ૪ આરોપીઓ રોકડા રૂ.૧૨,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ જીવણભાઇ, કોન્સ્ટેબલ મનોજભાઈ નારણભાઇ તથા રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રદિપસિંહ બહાદુરસિંહ તથા સિધ્ધરાજસિંહ અનીરૂધ્ધસિંહ દ્વારા કરવામાં આવી છે.