Wednesday, February 18, 2026
HomeGujaratમોરબીના માર્કેટિંગ યાર્ડમાં છત ઉપર જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં છત ઉપર જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના શનાળા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડમાં બકાલા માર્કેટની છત ઉપર ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરી તીનપત્તિનો જુગાર રમતા હરીશચંદ્ર મનીરામ શર્મા ઉવ.૨૨ રહે-માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મુળ રહે-નિયોલી કાસગંજ ઉત્તર પ્રદેશ, દીવાકર રામબહાદુર મોરે ઉવ.૨૨ રહે-માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મુળ રહે-હુસેનપુર કાસગંજ ઉત્તર પ્રદેશ, શનીભાઇ લાલકાપ્રસાદ સાહુ ઉવ.૧૯ રહે-શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ મોરબી મુળ રહે-હુશેનપુર કાસગંજ ઉત્તર પ્રદેશ તથા મનિષભાઇ ચતુરભાઇ દંતેસરીયા ઉવ.૨૪ રહે-ચૌહાણના દવાખાના પાસે વીશીપરા મોરબી વાળાને રોકડા રૂ.૬,૮૦૦/- સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!