મોરબી તાલુકાના જાંબુડીયા ગામ વિસ્તારમાં તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બેલ સીરામીક નજીક પુલ નીચે બાવળની કાંટમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા જલાભાઈ સીંધાભાઈ ગોલતર ઉવ.૨૦, નવલભાઈ દીનેશભાઈ પાટડીયા ઉવ.૨૦ રહે.બન્ને ત્રાજપર, રમેશભાઈ પરશોતમભાઈ સારલા ઉવ.૫૦ રહે.નવા જાંબુડીયા તથા જીવણભાઈ રૂપાભાઈ ભરવાડીયા ઉવ.૩૫ રહે.સલાટવાસ નવા જાંબડીયાવાળાને રોકડા રૂ.૧,૫૧૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.