મોરબી-૨ મહેન્દ્રનગર નાયરા પેટ્રોલપંપ પાછળ ખુલ્લા પ્લોટમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હિરેનભાઈ અમૃતલાલ વસીયાણી ઉવ.૪૨ રહે.મહેન્દ્રનગર પૂજાર દુકાનની પાછળ મોરબી, જંકભાઈ જદાવજીભાઈ દેલવાડીયા ઉવ.૫૯ રહે. ઉમા ટાઉનશીપ રોયલ હાઈટ્સ પહેલો માળ બ્લોક.૧૦૪ મોરબી, મનસુખભાઇ અંબારામભાઈ દેત્રોજા ઉવ.૫૮ રહે. મહેન્દ્રનગર ધાયાડી વિસ્તાર મોરબી તથા સુરેશભાઈ દેવશીભાઈ ઝાલરીયા ઉવ.૫૫ રહે. રવાપર રોડ વિઝન વીલા સાતમા માળે એ-૭ મોરબી વાળાને રોકડા રૂ.૧૭,૪૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે શહેર બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.