મોરબી તાલુકાના પીપળી અને સાપર ગામે અલગ અલગ બે દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓની અટક કરવામાં આવી છે,
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે મનીષ કાંટા સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ઇમરાનભાઇ વલીમહંમદભાઇ કટારીયા ઉવ.૩૫ રહે-કુલીનગર વીશીપરા મોરબી-૦૨ તથા અલ્તાફભાઇ હુસેનભાઇ જીંગીયા ઉવ-૨૪ રહે. મોરબી વીશીપરાને તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા, પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨,૧૦૦/-કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા દરોડામાં તાલુકાના સાપર ગામની સીમમાં બાવળની કાંટ માં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બે ઇસમની અટક કરવામાં અસ્વી છે જેમાં આરોપી રફીકભાઇ રહીમભાઇ માણેક ઉવ-૨૨ રહે. વીશીપરા વિજયનગર મોરબી તથા ગણેશભાઇ પ્રવિણભાઇ ઇન્દરીયા ઉવ-૨૪ રહે. વીશીપરા મોરબીવાળા પાસેથી રૂપિયા ૩ હજારની રોકડ સાથે બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.