હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાંથી જુગાર રમતા કુલ આરોપી-૪ ને રોકડ રૂ.૩૩,૧૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી લીધા હતા, રેઇડ દરમિયાન એક જુગારી નાસી જતા તેને પકડી લેવા તપાસ શરૂ કરી છે.
હળવદ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે મળેલ બાતમીના આધારે ધનાળા ગામની સીમ બ્રાહ્મણી નદિના પટ્ટમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હતી. જ્યાં તીનપત્તિનો જુગાર રમતા ચંદુ ઉર્ફે સંજય રાણાભાઇ જીજુવાડીયા રહે. ગામ જુના ધનાળા તા.હળવદ, વિજય ધીરૂભાઇ સાંતલપરા રહે.ગામ મહેન્દ્રનગર ક્રાંતીજ્યોત પાછળ તા.જી.મોરબી, સુરેશ ઠાકરશીભાઇ સોનાગ્રા રહે.શોભેશ્વર પાર્ક જુના ઘુંટુ રોડ મોરબી-૨ તથા સુરેશ રમેશભાઇ જીંજુવાડીયા રહે.હળવદ સલાટ ફળી તા.હળવદ વાળાને રોકડ રકમ રૂ.૩૩,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી કિરણ જીલુભાઇ જીંજુવાડીયા રહે.ગામ જુના ધનાળા તા.હળવદ વાળો ભાગી છૂટ્યો હતો. હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









