સપ્લાયર મહિલા સહિત બે ઇસમના નામ ખુલવા પામ્યા, તાલુકા પોલીસે દારૂ, મોટર સાયકલ સહિત ૭૫ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો.
મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે સાપર ગામની સીમમાં આવેલ તળાવ કાંઠે રેઇડ કરી દેશી દારૂનો વેપલો કરતા ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે સ્થળ ઉપરથી ૩૨૫ લીટર દેશી દારૂ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતું મોટર સાયકલ સહિત ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બીજીબાજુ આરોપીઓની પૂછતાછમાં સપ્લાયર એક મહિલા સહિત બે ઈસમો આ દેશી દારૂ આપી ગયા અંગે કબુલાત આપી હતી.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે, તાલુકાના પાવડીયાળી નજીક કજારીયા કેરોવીટ સેનેટરી કારખાના પાછળ નવા બનતા કારખાના પાસે સાપર ગામની સીમમાં તળાવ કાંઠે ઇકબાલ મીયાણો અને એક મહિલા તથા અમુક માણસો દેશી દારૂનો જથ્થો બાળવની ઝાડીઓમાં સગેવગે કરતા હોય, જેથી તુરંત તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા, જ્યાંથી ૩૨૫ લીટર દેશી દારૂ પકડી લેવાના આવ્યો હતો, આ સાથે આરોપીઓ દિલાવરભાઈ દાઉદભાઈ મોવર ઉવ.૩૨ રહે. રણછોડનગર નિધિપાર્ક સોસાયટી મોરબી મૂળરહે. માળીયા(મી), ફિરોઝભાઈ કાસમભાઈ નારેજા ઉવ.૨૭ રહે. સણવા ગામ તા.રાપર જી.કચ્છ, મુબારકભાઈ જુસબભાઈ નારેજા ઉવ.૨૫ સણવા ગામ તા.રાપર જી.કચ્છ, ઇસ્માઇલભાઈ વલીમામદ ઇવ.૪૦ રહે. સુરજબારી ગામ તા.ભચાઉ જી.કચ્છ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ૩૨૫ લીટર દેશી દારૂ તથા એક નંબર પ્લેટ વિનાનું મોટર સાયકલ સહિત ૭૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે આ દેશી દારૂ સહ આરોપી ઇકબાલ માણેક અને મુન્ની સંધી આપી ગયેલ હોવાની કબુલાત આપી હતી, હાલ પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી ૬ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









