Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે ચાર ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે ચાર ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂની બોટલો સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે મોટી બરાર ગામથી આગળ સી.એન.જી પંપ પાસે રોડ ઉપર રેઈડ કરી જાકીર હુસેનભાઈ માલાણી (રહે- માળીયા મીં. મોટી બજાર તા.માળીયા મી જિ-મોરબી) નામના શખ્સને પરમીટ કે આધાર વગર BLACK LACE XXX RUMની પર પ્રાંતીય ઇગ્લીશ દારૂની ૦૫ બોટલોનાં કુલ રૂ.૧૫૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ખાટકીવાસના નાકા પાસે પેટ્રોલિંગ દરમિયાન પ્રવિણભાઇ મેરાભાઇ ધંધુકીયા (રહે,રણછોડનગર શેરી નં.૧ નવલખી રોડ મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા આરોપીના પેન્ટના નેફામા ઇગ્લીશ દારૂની ઓફિસર ચોઇસ કલાસીકલ વિસ્કીની રૂ.૧૫૦/-ની એક બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

ત્રીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, છતર ગામના પાટીયા પાસેથી GJ-5-NW-0001 નંબરનું સુઝુકી કંપનીનું એકસેસ મોટરસાઈકલ નીકળનાર છે. જેમાં દારૂ ભરેલ છે. જે હકીકતના આધારે પોલીસે પોલીસ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી રાખી બાતમી વાળી મોટરસાઈકલ સ્થળ પરથી નીકળતા પોલીસે તેને રોકી મોટરસાઈકલમાં તપાસ કરતા મોટરસાઈકલમાંથી ઇગ્લીશ દારૂની ROYAL CHALLENGE ફીનેસટ પ્રીમીયમ વ્હીસ્કીની શીલબંધ ૦૨ બોટલોનો રૂ. ૧૦૪૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂ તથા સુઝુકી કંપનીનું એકસીસ મોટરસાઇક્લ રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૧,૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મોટરસાઈકલ સવાર જયદીપભાઇ દિપકભાઇ લહેરૂ (રહે.રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ભારતીનગર શેરી નંબર-૨ માતૃકૃપા તા.જીરાજકોટ) તથા દિપકભાઇ રાજેશભાઇ પરમાર (રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ગ્રાધીધામ શેરી નંબર-૨ તા.જી.રાજકોટ)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!