મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસતંત્ર ખુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ચાર સ્થળોએથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો કબ્જે કર્યો છે. જેમાંથી ત્રણ બનાવો તો માત્ર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ બન્યા છે. જયારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ચેકીંગ દરમિયાન મહેંદ્રનગર ચોકડીની બાજુમા શંકાના આધારે મનોજભાઇ ઠાકરશીભાઇ ચીખલીયા નામના મહેંદ્રનગર, મીલીપાર્ક, શેરી નં.૦૬ અતુલભાઇના મકાનમા ભાડેથી રહેતા યુવકને રોકી તેની પૂછપરછ કરી તેની તપાસ કરતા આરોપી પાસેથી રોયલ ચેલેંઝ ફાઇન રીઝર્વ વ્હીસ્કિની બે બોટલો મળી આવતા પોલીસે દારૂના રૂ. ૧,૦૪૦/-ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીરપર ગામ એડોરેશન સીરામીક સામે ખીમીવાડો સીમમાં આવેલ અજયભાઇ વાઘજીભાઇ ડાંગરોચાની વાડીમાં વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે બળુભા જીલુભા ઝાલા (રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર) નામના શખ્સ પાસેથી મંગાવી રાખી મુકેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વીદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની કાચની કંપની શીલ પેક રૂ.૧૩,૫૦૦/-ની કિંમતની ૩૬ બોટલો મળી આવી હતી. તેમજ આરોપીએ પોતાની વાડીની બાજુમાં ખરાબામાં રાખેલ દેશી દારૂ બનાવવાનો ૨૪૦૦ લીટર ઠંડો આથો મળી કુલ રૂ.૧૮,૩૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી અજયભાઇ વાઘજીભાઇ ડાંગરોચાની ધરપકડ કરી છે. જયારે બળુભા જીલુભા ઝાલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દુરસરતાનપર-માટેલ રોડ પર,બાફીટ સીરામીક સામે રોડ પર રેઇડ કરી સંજયભાઇ બળદેવભાઇ મેણીયા નામના શખ્સને ભારતીય પરપ્રાંત બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૦૧ કલેક્શન વ્હીસ્કીની રૂ.૧,૮૭૫/-ની કિંમતની ૦૫ બોટલો તથા ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૬૦૦૦/-ની કિંમતની ૧૦ બોટલ મળી કુલ રૂ.૭,૮૭૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર-માટેલ રોડ પર,કમાન્ડર સીરામીક સામે રોડ પર શંકાસ્પદ જણાતા એક શખ્સને રોકી તેની પૂછપરછ કરી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા આરોપી વીજયભાઇ ધીરૂભાઇ ગઢાદરા (રહે હાલ- સરતાનપર-માટેલ રોડ,બાફીટ સીરામીકમાં તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-મનડાસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) પાસેથી ભારતીય પરપ્રાંત બનાવટની ઇગ્લીશ દારૂ ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની ૦૮ બોટલોનો રૂ.૪,૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.