મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપેલ હોય જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે મહેન્દ્રનગર ઉગમણા જાપા પાસે મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા ટીંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા પાસે ઓરડીમાં રહેતા યોગેશ રમેશભાઇ કડીવાર અને ભીમસર ગામ ઉમાટાઉનશીપ રોડ પર રહેતા રણજીત અજીતભાઇ હળવદીયાની અટકાયત કરી છે. તેમજ તેમની પાસેથી રોકડા રૂપીયા.૧૫,૧૩૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી લાતીપ્લોટ શેરીનં.૨/૩ વચ્ચે રેઇડ કરી સ્થળ પર જુગાર રમતા મહેન્દ્રનગર શેરીનં.૮માં રહેતા ઇબ્રાહિમભાઇ અલીભાઇ દલ અને ટંકારાનાં સજનપરમાં રહેતા દીલીપભાઇ અમરશીભાઇ જાદવ નામના શખ્સને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. રૂ.૧૦,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.