છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે .ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામની સીમમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની ટીમ કામગીરી માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, ફાળેશ્વર ગામની સીમ, કૈલાસ નળીયાના કારખાના પાસે, જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મુકેશભાઇ મંગાભાઇ ઝાલા (રહે. મચ્છોનગર, (રફાળેશ્વર), તા.જી.મોરબી), નરેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ લાલુકીયા (રહે. રામકૃષ્ણનગર, મોરબી-૦૨), સંજયભાઇ કેશુભાઇ ઝંઝવાડીયા (રહે. વીશીપરા, ગલ્સ સ્કુલ પાસે, મોરબી), તથા રવિભાઇ દીનેશભાઇ નંદેસીરયા (રહે. મકનસર તા.જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. અને જુગારીઓ પાસેથી રોકડા રૂ.૫૭,૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.