Monday, April 29, 2024
HomeGujaratમોરબીના બગથળા નજીકથી ચાર પત્તાપ્રેમીઓને રૂપિયા ૧.૨૦ લાખના મુદામાલ સાથે જુગાર રમતા...

મોરબીના બગથળા નજીકથી ચાર પત્તાપ્રેમીઓને રૂપિયા ૧.૨૦ લાખના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પડાયા

મોરબી જિલ્લામાં હવે ફક્ત શ્રાવણ માસમાં જ નહિ પરંતુ બારે માસ જુગાર રમવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા એક બાદ એક રેઇડ કરી આવા શખ્સોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા બગથળા ગામની સીમમાંથી ૦૪ પત્તાપ્રેમીઓને રૂ.૧,૨૦,૦૦૦/-ની મત્તા સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં, બરવાળા થી ખાખરાળા જતી કેનાલ પાસે બાવળના ઝાડ નીચે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળતા તેઓ દ્વારા સ્થળ પર રેઇડ કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા (રહે.બગથળા નિલકંઠ મંદીર સામે તા.જી.મોરબી), ભાવેશભાઇ બાલુભાઇ સિતાપરા(રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા સોસાયટી, તા.જી.મોરબી), હેમુભાઇ દેવજીભાઇ ચાવડા (રહે.બગથળા તા.જી.મોરબી) તથા (શૈલેષભાઇ સવજીભાઇ વડનગરા (રહે. બગથળા SBI બેન્કની બાજુમાં તા.જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ તેમની પાસેથી રોકડા રૂ.૧,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!