Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ કારણોસર અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ કારણોસર અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં ચાર અકાળે મોતના બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના લેમસ્ટોન સીરામીક રંગપર ગામની સીમની જેતપર રોડ ખાતે રહેતા શ્યામલાલ નનકુભાઇ કોલો નામનો શખ્સ ગત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ લેમસ્ટોન સીરામીક કારખાનામા કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માતે દાજી જતા પ્રથમ મોરબી સમર્પણ હોસ્પિટલમા સારવારમા દાખલ કરવામાં આવ્યો હતો. જેનુ ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજતા તેના મૃતદેહને પી.એમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જેને લઈ ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી. બીજા બનાવમાં, મોરબીમાં લેવીસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમા રંગપર ગામની સીમમાં રહેતા મૂળ યુ.પી.નાં સમીનાબેગમ મહેફિલ ખાન નામના મહિલાને બે-ત્રણ દિવસથી ચક્કર આવતા હોય જેથી ગત તા-૦૩/૦૮/૨૦૨૩ ના રોજ સારવારમા ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં, મોરબીના પ્રેમજીનગર, (મકનસર) ખાતે રહેતા અશોકભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ ત્રીવેદી નામના યુવકનું ગત તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ તેમના પત્નિ મિત્તલબેન સાથે ઘરની કોઇ બાબતે ઝઘડો થતા યુવકે બપોરના આશરે દોઢેક વાગ્યા વખતે રીસાઇ પોતાનુ GJ-03-ED-3965 નંબરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇ ઘરેથી નીકળી જઇ મોટરસાઇકલ મકનસર પોલીસ હેડ ક્વાટર્સ પાછળના ભાગે ખુલ્લા પટ્ટમાં મુકી મચ્છુઇ-૦૨ ડેમના પાણીમાં પોતાની જાતે ઝંપલાવતા પાણીમાં ડુબી જતા આપઘાત કરી લેતા મોત નીપજ્યું છે. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોથા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ સ્ટેશન વિસ્તારમાં આવતા ઝવેરી શેરી ગઢની રાંગ ખાતે રહેતા જગદિશભાઇ મિઠુલાલ દરોગા નામના યુવક ગઈકાલે પોતાના ઘરે હલનચન ન કરતા એમ્યુલંન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!