મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરની રાજકોટ રોડ બ્રહ્મસમાજ સોસાયટી ખાતે રહેતા ખીમજીભાઇ મહાદેવભાઇ ખાંડેખા નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘરે હતા. ત્યારે કુદરતી કારણોસર તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરનાં માટેલ ગામે રોલસ્ટાર કંપનીમાં રહેતા અઢી વર્ષના બાળક સોહન પુનમસીંગ ડામોરને રોલસ્ટાર કંપનીમાં કુતરૂ કરડવાથી વધારે ઇજાઓ થવાથી તેને તાત્કાલિક દિગ્વીજયસીંહ ઝાલા દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીની પરસોતમ ચોક શેરી નં-૪ ખાતે રહેતા રફીકભાઇ હુસેનભાઇ શેખ નામના યુવક ગઈકાલે અગમ્ય કારણોસર ખેવાળીયા ગામ પાસે પાણીમાં ડુબી જતા તેને મૃત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મહેબુબભાઇ હુશેનભાઇ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, મોરબીના બેલા (આમરણ) ગામે રહેતા ગોદાવરીબેન ઉર્ફે જયશ્રીબેન હમીરભાઇ જીલરીયા ગત તા.તા-૧૦/૦૭/૨૦૨૩ના રોજ રાતના જમીન તેમના ઘરે નીચે ભોય પથારીમા સુતા હતા. ત્યારે રાતના કોઇપણ સમયે કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા ઝેરની અસર થતા તેને તાત્કાલિક હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.