મોરબી જિલ્લામાં અકસ્માત અને આપઘાતના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં બે અકસ્માતે મોત તથા બે આપઘાતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાનાં ગાળા ગામે રહેતા હીરાભાઇ ગંગારામભાઇ વીધાણી ગત તા.૨૧/૦૮/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાનુ GJ-03-CD-2362 નંબરનું સુપર સ્પેલેન્ડર મોટર સાયકલ લઇ ધરેથી મોરબી જતા હતા. ત્યારે અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે આવેલ સર્વોદય હોટલ સામે પહોચેલ ત્યારે રોડ પર કોઇ ઢોર આડુ ઉપરતા તેને બચાવવા જતા તેનુ મોટર સાયકલ સ્લીપ ખાઇ જાત પડી જતાં માથામા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, વિનોદકુમાર નેબતસિંહ કુસવાહા (રહેવાસી-હાલે મેગાસીટી સિરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં ઉંચી માંડલ ગામની સીમમાં તાલુકો જીલ્લો મોરબી મુળ રહેવાસી-બછગાઉ પોસ્ટ-બછગાઉ તાલુકો-ટુંડલા જીલ્લો-ફોરોજાબાદ ઉતરપ્રદેશ)નો ગત તા.૨૨/૦૮/૨૦૨૩ ના કોઇપણ સમયે પગ લપસી જતા કેનાલમાં પડી જતા તેમનો મૃતદેહ કેનાલના કાંઠે તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીની ખાખરાળા નકલંગ સોસાયટી ખાતે રહેતા કીરણબેન રામભાઈ સવસેટાએ પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળાફાસો ખાઈ લેતા સમગ્ર મામલે તેમના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં, મૂળ દિલ્હીના બેગમ વિહાર બેગમપુર નોર્થ વેસ્ર્ટ ખાતે રહેતા હાલ ટંકારાનાં જબલપુર ગામના પટીયા પાસે આવેલ લીંન્કીગ ફુટવેર LLPનામના કારખાના ની ઓરડીમાં રહેતા રાજુભાઇ કનૈયાલાલ શર્મા ગત તારીખ-૨૨/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે ટંકારા બજારમાં ખરીદી કરવા માટે ગયેલો તે દરમ્યાન અચાનક ચકકર આવતા તેમજ છાતીમાં દુખાવો થતા ગભરામણ થતા પડી જતા ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ મોરબી ખાતે બેભાન હાલતમા લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.