Thursday, January 9, 2025
HomeGujaratમોરબીના જુદા જુદા પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબીના જુદા જુદા પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબીમાં અપમૃત્યુના ચાર અલગ અલગ બનાવમાં પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાઈ હતી. ત્યારે અકાળે મોતને ભેટેલા ચાર બનાવમાં ૬૫ વર્ષીય વૃદ્ધ સહિત ચાર વ્યક્તિના મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ૬૫ વર્ષીય વૃદ્ધ હાઇવે રોડ ઉપર પડી જતા મૃત્યુ નીપજ્યું

મળતી માહિતી અનુસાર વાંકાનેરના પચ્ચીસ વારીયામાં રહેતા યુનુશભાઇ હાસમભાઇ ખોખર ઉવ.૬૫ છેલ્લા દોઢ બે માસથી કેન્સરની બીમારીથી પીડાતા હોય જેથી તેમની માનસીક સ્થિતિ સારી રહેતી ન હોય અને તેઓ પોતાના ઘરે રહેતા ન હોય, ત્યારે ગઇ તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સાંજના પાંચ છ વાગ્યે યુનુશભાઈ ઘરેથી નીકળી ગયેલ હોય અને જીનપરા જકાતનાકે નેશનલ હાઇવે રોડની સાઇડમાં કેન્સરની બીમારીના કારણે પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજી. કરી આગની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા અપમૃત્યુના બનાવમાં, કારખાનાની લિફ્ટમાં માથુ આવી જતા યુવકનું મોત

બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે આવેલ નેલશન પ્રાઇવેટ લીમીટેડ કારખાનામાં રહેતા અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ ઉવ.૩૧ ગત તા. તા-૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના સાંજના અરસામાં કારખાનામાં કામ કરતી વખતે અકસ્માતે લિફટમાં માથુ આવી જતા અશ્વિનભાઈને ગંભીર ઈજા થતા તેઓને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે લઈ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈને મરણ ગયેલાનુ જાહેર કરતા તેમની લાશને પી.એમ. અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં પોલુસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી કરી અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

જ્યારે ત્રીજા અમૃત્યુમાં અગમ્ય કારણોસર મોનોકોટો ગટગટાવી યુવકે કર્યો આપઘાત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા ૨૫ વર્ષીય મહેશભાઈ ગોરધનભાઈ સાલાણીએ પોતાના ઘરે કોઈ કારણોસર ખેતરમાં નાખવાની અતિ ઝેરી દવા મોનોકોટો ગટગટાવી લઈ આપઘાત કરી લેતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકની ડેડબોડી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે આવતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે અકાળે મૃત્યુના આ બનાવ મામલે તાલુકા પોલીસે અકાળે મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

ચોથા અપમૃત્યુમાં, મકનસર ગામે ગળેફાંસો ખાઈ યુવતીએ જીવન ટુંકાવ્યું

અપમૃત્યુના બનાવ અંગેની મળતી માહિતી મુજબ હેતલબેન બચુભાઈ સુરેલા ઉવ.૨૨ રહે.મકનસર ગામ ભકિતનગર-૦૨ વાળાએ ગઈકાલ તા-૧૪/૦૮ના રોજ પોતાના ઘરે કોઈ પણ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.જેથી હેતલબેનની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી કરી તાલુકા પોલીસ મથકમાં અ.મોત રજી. કરી આપઘાત કરવા પાછળના કારણો જાણવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!