મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીના -ન્યુલક્ષ પેપરમીલ કારખાનામા ઘુટુ ગામની સીમમાં રહેતા મૂળ એમ.પી.ના અનુપભાઇ રામસિંહ ગૌડ નામનોયુવક ગત ૨૨/૦૫/૨૦૨૩ ના રોજ કારખાનેથી મોરબી જવાનુ કહીને નીકળેલ હોય જેની તા-૨૪/૦૫/૨૦૨૩ ના મોરબી તાલુકા ઘુટુ ગામની સીમ ન્યુલક્ષ પેપરમીલની સામેના ભાગે પથ્થરની ખાણમા કોઇ કારણસર કોહવાયેલ હાલતમા તરતી લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશની પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં, મોરબીના જેતપર ખાતે રહેતા પારસલ કનૈયાલાલ રાવ નામના યુવકને ગત રાત્રીનાં સમયે જીવાપર ગામની સીમમા કરંટ લાગતા તેમને તાત્કાલિ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, વાંકાનેરમાં પેડક સોસાયટી પાછળ ગાત્રાળ નગર રોડ ઝુપડામા રાતીદેવળી ગામની સીમમાં રહેતા મુન્નાભાઇ ધીરૂભાઇ પરમાર નામના યુવકને ટી.બીની બીમારી હોય જેને ગત તા-૨૪/૦૫/૨૦૨૩ ના રોજ અચાનક શ્વાસ ચઢતા સારવારમા રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, સુરેન્દ્રનગરના દેવપ્રા ગામ ખાતે રહેતા સોનલબેન ભગીરથભાઇ સોલંકી નામની મહિલા ગત તા- ૧૭/૦૩/૨૩ ના રોજ વાંકાનેરની ઓ.આર.બી. સિરામિક ફેકટરી સરતાનપર રોડ ખાતે ફેકટરીમા કામ કરતી હતી. ત્યારે ૭ ફુટની ઉંચાઇએથી પડી જતા તેને પ્રાથમિક સારવાર માટે આયુષ હોસ્પીટલ મોરબી ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે તા- ૦૮/૦૪/૨૩ થી અહમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવારા દરમ્યાન તેનું તા- ૧૧/૦૪/૨૩ ના રોજ મોત નિપજતા ફરજ પર ના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.