મોરબીમાં એક જ દિવસમાં અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબીના લીલાપર ચોકડી નજીક આવેલ તીર્થક પેપરમીલની બાજુમાં રાઘવ કોમ્પ્લેક્સના રૂમમાં રહેતા મુળ ગામ ગંગાઇશ તા કંદપરા જિ ફરૂખાબાદના વતની અલીશાન મેરાજ અહમદ ગઈ તા.૨૨/૦૭ના રાત્રીના દશેક વાગ્યાથી તા.૨૩/૦૭ સવારના સાડા નવેક વાગ્યા પહેલા કોઇ પણ સમયે રૂમમાં કોઈ કારણોસર મરણ જતા મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે બીજા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)ના દેવગઢ ગામે રહેતા ભયલુભાઇ સામતભાઇ સોમાણી ઉવ.૧૮ ગત તા.૧૫/૦૭ના રોજ મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં મીનરલ વર્લ્ડ કારખાનામા ટ્રક(ગાડી) સફાઇ કરતા હતા ત્યારે પાણીની મોટરથી શોર્ટ લાગતા ભયલુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃતદેહનું ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રીજા અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ એસ્ટોનીયા સીરામીકના લેબર ક્વાર્ટરમા રાહત ૨૦ વર્ષીય બનમાલી ઘાંચીરામ કોન્ડાલકેલ કોઈ બીમારી સબબ લેબર ક્વાર્ટરમાં મરણ જતા તેમની ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હાલ પોલીસે લાશનું ઇન્કવેસ્ટ પંચનામું કરી આગળની તબીબી કાર્યવાહી માટે હોસ્પિટલમાં સોંપી આપેલ છે. હાલ તાલુકા પોલીસે અકાળે મોતની એન્ટ્રી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ચોથા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ ૬૬ કે.વી પાવર હાઉસ સામેથી આશરે ૩૫ થી ૪૦ ઉમર ધરાવતા અજાણ્યા પુરુષનો કોઈપણ કારણોસર મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગયી હતી ત્યારે પ્રાથમિક કાર્યવાહી કરી મૃત્યુના બનાવની અ. મોતની નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.