મોરબી આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ચાર લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીના નવા જાંબુડીયા કોમેટ સીરામીક લેબર ક્વાટર ખાતે રહેતી પૂજાબેન નાજુભાઇ નીનામા નામની યુવતીએ ગઈકાલે કોઇ કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા તેમના મૃતદેહને ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે તાનસિંગભાઇ સુખાભાઇ ભાભોર નામના વ્યક્તિ લઇ ગયેલ હોય ત્યારે ફરજ પરના ડોક્ટરે યુવતીને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે બીજા બનાવમાં વાંકાનેરનાં વીનયગઢખાતે રહેતી કિંજલબેન ભાવેશભાઇ મકવાણા નામની કિશોરી ગઈકાલે પોતાના રહેણાંક મકાનની વાડીએ રમતી હોય તે દરમ્યાન કોઇ ઝેરી જનાવર કરડી જતા સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે લઈ જતા ફરજ પરના ડો. વૈભવ ગાંભવાએ કિશોરીને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઇ ભુરાભાઇ જોશી નામના યુવકનું ગઈકાલે રાતાવીરડા ગામે તળાવમા ડુબી જતા તેઓનું મોત નિપજતા તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હોય જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, હળવદનાં ઘનશ્યામગઢ ગામની સીમ ખેતાવાવ પાસે રહેતા ગુજરીયાભાઇ તલ્યાભાઇ ધાણુક નામના વૃદ્ધનું ગઈકાલે તા.૨૩/૦૯/૨૦૨૩ ના બપોરના ચાર વાગ્યે ઇંગોરાળા ગામની સીમ સાસીયા પાણીના ઓકળામાંથી મરણ ગયેલ હાલતમાં મૃતદેહ હોય જેનો મૃતદેહ તેમના જમાઇ પારસીંગ નાયકાભાઇ સરકારી હોસ્પિટલ હળવદ ખાતે લઇ ગયેલ હોય જેને લઇ ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.