Saturday, August 2, 2025
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાતા ચકચાર

મોરબીમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે, જેમાં મોરબી શહેર તથા તાલુકામાં અપમૃત્યુના ચાર બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, હાલ જીલ્લા પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર લાભનગર સોસાયટીમાં રહેતા મુન્નાભાઇ ઉર્ફે મનસુખભાઇ વાલજીભાઇ કગથરા ઉવ.૩૭ એ ગઈકાલ તા.૩૧ જુલાઈના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મુન્નાભાઈ ઉર્ફે મનસુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ પોલીસને કરતા, બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

જ્યારે બીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મરણજનાર અમરવન હરજીવન ગોસ્વામી ઉવ.૫૪ રહે-વઘાશીયા તા.વાંકાનેર વાળાને ગઈકાલ તા.૩૧/૦૭ના રોજ બપોરના સમયે મકનસર ગામે ચાલુ રીક્ષાએ અચાનક ઉલ્ટી શરૂ થઈ જતા મરણજનાર અમરવનના ભાઇ સંજયવન મો.નં-૯૭૨૭૫૨૭૪૨૪ વાળા તેઓને મરણ ગયેલ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં, બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ્સ નામના કારખાનામાં રહેતા પપ્પુભાઇ કુલસીંગભાઇ બારેલા ઉવ.૩૫ ગઈકાલ સાંજના અરસામાં પોતે વિનાયક મિનરલ્સમાં કામ કરતા હોય તે દરમિયાન દીવાલ પડતાં તેઓને ગંભીર ઇજાઓ પહોચતા, ૧૦૮ મારફત મરણ ગયેલ હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઉટબેટ(શામપર) ગામે રહેતા વિશાલભાઇ શાંતીલાલ બદરખીયા ઉવ-૨૮ એ પોતે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી વિરેનભાઇ મો.નં. ૮૨૦૦૮૮૦૧૮૫ નાઓ અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!