હળવદ ટાઉનમાં જીઆઇડીસી પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી, જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રાહુલભાઈ કેશાભાઈ દેથરીયા ઉવ.૨૩ રહે.હળવદ જીઆઈડીસી પાછળ, જીગ્નેશભાઈ કેશુભાઈ ગોઢાણીયા ઉવ.૩૧ રહે. હળવદ જીઆઇડીસી પાછળ છાપરામાં, ઈકબાલભાઈ ગુલામભાઈ કટીયા ઉવ.૩૬ રહે.મીઠાના ગંજા ટીકર રોડ હળવદ તથા રાણાભાઈ વિરાભાઈ સોલંકી ઉવ.૪૫ રહે.હરીદર્શન સામે છાપરામાં હળવદ વાળા એમ ચાર ઇસમોને રોકડા રૂ.૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.