હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં આવેલ ચમનભાઈ ગોઠીની વાડીના બાજુમાં બીજા વોંકળાના કાંઠે ખરા બપોરે દાવ નાખીને બેઠેલા સાત જુગારીઓ પૈકી ચારને પોલીસે ઝડપી લીધા હતા. અને જુગારીઓ પાસેથી રોકડ સહિત રૂ.૮૭,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ જુગારની બદીને ડામવા સૂચનો આપેલ હોય તેથી હળવદ પોલીસે પેટ્રોલીંગ અને બાતમીદારોને સાબદા કરી દીધા છે. ત્યારે હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં આવેલ ચમનભાઈ ગોઠીની વાડીના બાજુમાં બીજા વોંકળાના કાંઠે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી. ત્યારે પોલીસને જોઈ જતા મહેબુબ ઉર્ફે રેવુ સિપાઈ (રહે. સિપાઈ વાસ હળવદ તા.હળવદ જી.મોરબી), ગુલાબ શેખ ઉર્ફે માસ્તર (રહે.હળવદ રાજગોરના વંડામાં તા.હળવદ જી.મોરબી.) તથા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી (રહે.હળવદ ઉમા-૨ સોસાયટી તા.હળવદ જી.મોરબી.) નામના શખ્સો સ્થળ પરથી ફરાર થયા હતા. જયારે રાજેશભાઈ અમરશીભાઈ એરવાડીયા (રહે. આઈ.ટી.આઈ.સામે ગિરનારીનગર સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી), જનકભાઈ ગુણવંતરાય પંચોલી (રહે.લોહાણા સમાજની વાડીની બાજુમાં શંકરપરા તા.હળવદ જી.મોરબી), હરેશભાઈ શંકરભાઈ પારેજીયા (રહે.કણબીપરા હળવદ તા.હળવદ જી.મોરબી) તથા મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝરીયા (રહે. કિષ્નાનગર મોરબી દરવાજા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૨,૪૦૦/-, રૂ.૭૦,૦૦૦/- ની કિંમતના ત્રણ મોટરસાઇકલ તથા રૂ.૫૦૦૦/-ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂ.૮૭,૪૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.