મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી એલ.સી.બી સોખડા પાટીયાની સામે વાઘપર પીલુડી જતા રસ્તે આવેલ સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફીસમાં રેઈડ કરી હતી અને જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા જયારે ત્રણ ઈસમો નાસી જતાં તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી ટીમ દ્વારા ગઈકાલે બાતમીનાં આધારે સોખડા પાટીયાની સામે વાઘપર પીલુડી જતા રસ્તે આવેલ ભરતભાઇ ગોરધનભાઇ અઘારાના કબજા ભોગવટા વાળા સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફીસમાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા ભરતભાઇ ગોરધનભાઇ અઘારા (રહે. મોરબી-૦૨ શ્રીમદરાજ સોસાયટી શેરી નં-૫ બ્લોક નં-૩૨ ત્રીજો માળ મુળ ગામ ભડીયાદ તા.જી.મોરબી), જયેશભાઇ રવજીભાઇ સવાડીયા (રહે. મોરબી-૦૨ ભડીયાદ રોડ, શારદા સોસાયટી બ્લોક નં-૪), નિલેશભાઇ ભગવાનજીભાઇ દેત્રોજા (રહે. નીચીમાંડલ સુથારવાસ શેરીમાં તા.જી.મોરબી), ઇશ્વરભાઇ રતીલાલભાઇ ભોરણીયા (રહે. મોરબી રવાપર રોડ, વિધ્યુતપાર્ક સોસાયટી વૃંદાવન પેલેસ ફલેટ નં-૪૦૧ મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જયારે રાજેશભાઇ કરશનભાઇ આદ્રોજા (રહે. હાલ મોરબી મુળ ગામ નસીતપર તા.ટંકારા જી.મોરબી), રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા (હાલ રહે.મોરબી મુળ બેલા (રંગપર) તા.જી.મોરબી) તથા કલ્પેશભાઇ લાલજીભાઇ કાંજીયા (રહે. મોટા દહીસરા ક્રિષ્નાનગર તા.માળીયા મિ. જી.મોરબી) નામના શખ્સો ફરાર થઇ જતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂ.૪,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે નાની નાની રેડ અને કામગીરી માં ફોટા પાડી પ્રેસ નોટ બનાવતી ક્રાઈમ બ્રાન્ચે આ કામગીરીમાં પણ પ્રેસ નોટ કે આરોપીઓના ફોટા મૂકવાનું ટાળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.