વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ગઈકાલે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમા રેઈડ કરવામાં આવી હતી અને જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૬,૭૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહિબિશન જુગારના કેસો કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલા તથા વાંકાનેરના સી.પી.આઇ. વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.પી સોનારાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સતત પ્રયત્નશીલ હોય જે પેટ્રોલીંગ દરમ્યાન વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમા જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી બળદેવસિંહ ઉર્ફેમુન્નાભાઇ વિક્રમસિંહ ઝાલા, નરપતસિંહ લાલુભા ઝાલા, મોયુદીનભાઇ જીવાભાઇ કડીવાર તથા ગગજીભાઇ હરજીભાઇ મકવાણા (રહે. બધા ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને કુલ રોકડ રૂ.૬,૭૦૦/ ના મુદામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.